Tuesday, August 31, 2010

"એટલો હું શરમાળ છું કે ઈકરાર કરી ના શક્યો,
મજાકમાં પણ એ વાત એકવાર કરી ના શક્યો,
આ શરમના વાંકે કર્યો ઈકરાર એમણે ત્યારે પણ,
ચુપચાપ રહી, એમાં "હા"નો હુંકાર ભરી ના શક્યો..."


"વાત રાખી દિલમાં ને વાત કહી ના શકયા,
યાદ કાર્ય તમને તો શ્વાસ લઇ ના શકયા,

રડ્યા અમે ખુદ ને રડાવ્યા તમને પણ,
એટલા બેદરકાર કે આંસુ લુછી ના શકયા,

વાતમાં ને વાતમાં ઘણું બધું પૂછ્યું,
ચાહો છો મુજને? એટલું પૂછી ના શકયા,

તરસ્યા રહ્યા ખુદને રાખ્યા તરસાવ્યા તમને,
સાગર મારી પાસે તોયે પાણી પી ના શકયા..."


"મારે જોવાની હતી રાહ, પણ ઈકરાર કરવમાં થોડું વહેલું થઇ ગયું,
એમાંને એમાં એને માટે "ના" પાડવું એકદમ સહેલું થઇ ગયું,
દોસ્ત હતા ત્યાં સુધી ખુશ હતા, જે નજદીકી હતી એના માટે સાથ,
એ જ નજદીકી, જાણ થતા પ્રેમની, શું કામ કઈ મેલું થઇ ગયું...???"


"સત્તાવન ની એ હશે, ને હશે ઉંમર મારી જ્યારે સાંઠ,
નહિ હોય તોયે દોરીમાં પ્રેમની, એકેય ગાંઠ,
હાથ hug ને બદલે help માટે લંબાશે,
માંગણી બદલાશે, પણ લાગણી નો હશે એવો જ ઠાઠ..."


"દોસ્તીમાં પણ રીસાવું મનાવવું સારું બહુ લાગે,
પણ જયારે મનાવવા છતાં "દોસ્ત" ભાવ બહુ માંગે,
ત્યારે લાગે દિલમાં એવું, કે શું માત્ર દોસ્તી છે આ?
કે દોસ્તીની આડમાં એના દિલમાં પ્રેમ છે જાગે...???"


"Oye frnd, પ્રાસમાં લખેલું પર્યાય નથી લાગણીનો,
લાગણી મારી કાંઈ પર્યાય નથી કોઈ માંગણીનો,
મર્યાદાઓ જાણું છું બધી, પણ ના ગમે તારા વિના,
તો વાંક કોનો? મારો કે મારી લાગણીનો...???"


"સાફ-સફાઈ પસ્તીની કાઢી મેં આજે તો એમાં હતું એને આપેલું એક greeting card,
પૂછ્યું પસ્તીવાળા એ, "આ પણ લઇ લઉં?", ત્યારે ભોંકાયો છુરો દિલમાં ને પડી ગયી રાડ,
કાર્ડ જોતા જોતા હજુ વિચારતો તો, "મને એ યાદ આવે છે એનેય હોઈશને હું યાદ?",
ત્યાં પુરાવો આવ્યો એને યાદ છું એ વાતનો, બની એના લગ્નનું invitation card..."


"મને એ પૂછે છે કેમ કરું છું હું મહેસુસ એની કમી?
કેમ યાદમાં એની, આંખમાં આવી જાય છે નમી?
શું આટલો ઉત્તર પુરતો નથી, "તને હું ના ગમ્યો ભલે,
મને તો તું ને તારી યાદો બેઉ કઈ વધારે પડતી જ ગમી..."


"મને ગમે છે હસવું ને હસાવવું,
પોતાના લાગે તો, થોડું સતાવવું...
સતાવું હું સમજી પોતાના, તો please જો જો રોતા ના...
મજાક મસ્તીમાં આપની આટલી સારી મિત્રતા ખોતા ના...."


"લાગણી છે તારા પ્રત્યે આજકાલ એટલી બધી રહી વધી,
તારા સાથ વિના વિતાવેલી એક પળ પણ લાગે જાણે સદી,
તું કહે ફક્ત દોસ્ત આપણે, ને મેં તારી સાથે રહેવા ખાતર,
એવા કેટલાયે દોસ્ત નો દીધો છોડી સાથ, જે છોડતા નાં મારો સાથ કદી..."


"એક છોકરી જે ગમતી બહુ મને, જ્યારે ઉંમર હતી મારી અઢાર, ને એની સોળ,
મોહલ્લામાં મારા એ આવતી જયારે, એકી ટશે ટગર-ટગર જોતી-એને આખીએ પોળ,
બાળપણ ની માસુમિયત ને જવાનીની જાળ, પાથરતી સ્મિત વાટે વાતાવરણમાં,
અદામાં એની સહુ ખોવાઈ જાતા, પ્રેમ સમજી બેસતા સાચો, પણ હોતો એ ફક્ત એનો ઢોળ..."

બસ આટલું પુરતું છે નહીતર પાછા કહેશો... આ તો કઈ પણ લખે છે...

No comments:

Post a Comment